- રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા ફાળો એકત્ર કરવાનું લક્ષ
- શામળાજી મંદિર ટ્રસ્ટે ભવ્ય રામ મંદિર નિર્માણ અર્થે રૂ.5.51 લાખનું દાન આપ્યું
- 13 કરોડથી વધુ પરિવારોનાં 65 કરોડ હિન્દુઓનું સંપર્ક કરવામાં આવશે
અરવલ્લી : રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ દ્વારા 15 જાન્યુઆરી થી માધપૂર્ણિમા 27 ફેબ્રુઆરી 2021 સુધી રામ જન્મભૂમિ નિર્માણ રાષ્ટ્રીય સ્વભિમાન પુનઃપ્રતિષ્ઠા ના ભાગ રૂપે જિલ્લાના દરેક ગામના પ્રત્યેક ઘરમાં જઈ ફાળો એકત્ર કરવાનું લક્ષ છે. જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ટ્રસ્ટે ભવ્ય રામ મંદિર નિર્માણ અર્થે રૂ.5.51 લાખનું દાન આપ્યું હતું. આ પ્રસંગે શામળાજી મંદિર પરિસરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના કાર્યકરો તેમજ મંદિર ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.