- બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે
- ભક્તો 10 દિવસ નહિ કરી શકે દર્શન
- કોરોનાના વધતા સંક્રમણને લીધે મંદિર ટ્રસ્ટનો નિર્ણય
અરવલ્લીઃ કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્વ શામળાજી મંદિર આગામી દસ દિવસ સુધી બંધ રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા 11થી 21 તારીખ સુધી મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ દિવસો દરમિયાન બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે. પરંતુ ભક્તો દસ દિવસ સુધી ભગવાન શામળીયાના દર્શન નહિ કરી શકે. આ અગાઉ પણ કોરોના સંક્રમણને લઇને મંદિર બંધ રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃવડોદરા: 31 જુલાઈ સુધી કુબેર ભંડારી મંદિર બંધ રહેશે