અરવલ્લી : જિલ્લાના બાયડની સારસ્વત માધ્યમિક શાળાએ સ્કૂલ ફી માફ કરતા વાલીઓમાં ખુશી પ્રસરી છે. બાયડ ખાતે આવેલી સારસ્વત સ્કૂલ ગ્રાન્ટેડ છે અને આ શાળામાં મુખ્યત્વે શ્રમિક પરિવારોના બાળકો અભ્યાસ કરે છે. લોકડાઉનમાં સમય દરમિયાન આવા પરિવારોનો ધંધો રોજગાર બંધ હોવાથી બે છેડા કેવી રીતે ભેગા કરવા તે પ્રશ્ન થઇ પડ્યો હોય, ત્યારે શાળાની ફી ભરવાની ક્ષમતા તેમની પાસે ક્યાં થી હોય?. આ પરિસ્થિતિમાં તેમના બાળકોનો અભ્યાસ ન બગડે તેથી શાળા સંચાલકો દ્વારા સ્કૂલ ફી માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શાળાએ વિદ્યાર્થીઓની સમગ્ર વર્ષની ફી માફ કરી
સારસ્વત સ્કુલે ફી માફ કરતા વાલીઓમાં ખુશી
અભ્યાસ ન બગડે તેથી સ્કુલ ફી માફ કરવાનો સંચાલકોનો નિર્ણય