ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું - Women and Child Development

અરવલ્લીઃ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એકજ સ્થળે મળી રહે તે માટે 'સખી' વન સ્ટોપ સેન્ટર અરવલ્લીનું ઉદ્ધાટન જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે અને જિલ્લા વિકાસ અધિકારી અનીલ ધામલીયાની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.

અરવલ્લી

By

Published : Nov 11, 2019, 8:31 PM IST

પ્રાસંગિક ઉદ્ધાટનમાં કલેકટરએ જણાવ્યું હતું કે, હિંસાથી પ્રભાવિત મહિલાઓને ખાનગી અને જાહેર સ્થળોએ કુટુંબમાં, સમુદાયમાં અને કાર્યસ્થળ પર તેનો નિકાલ આવે છે. આ સંસ્થાથી મહિલાઓની શારીરિક, જાતીય, ભાવાત્મક, માનસિક અને આર્થિક દૂરપયોગનો સામનો કરતી મહિલાઓને ન્યાય મળશે. મહિલાઓને વિરુધ્ધના કોયપણ પ્રકારના હિંસા સામે લડવા માટે એકજ છત હેઠળ તબીબી કાનૂની માનસિક અને પરામર્શ સપોર્ટ સહિતની અનેક સેવાઓ તાત્કાલિક, કચેરી અને બિન કચેરીની સુવિધાઓ આપવામાં આવશે. આમાં મહિલાઓ જેટલી જાગૃતિ થશે એટલો એમને લાભ મળશે. તથા આ સંસ્થા ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અરવલ્લીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અનીલ ધામણીયાએ સંસ્થાને શુભેચ્છા પાઠવતા સંસ્થા દ્વારા ચાલતી વિવિધ યોજના તથા સુવિધાઓને મહિલા લાભ લઇ અને અન્ય મહિલાઓને મદદરૂપ થવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details