ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના સુતરીયા શૈલેષકુમાર રમણભાઈ સવારે તેમના ખેતરમાં ખેતીના કામકાજ અર્થે જતા ખેતરમાં પડેલા 10 થી 12 ફૂટ લાંબા અજગરને જોતા બુમાબુમ કરી મુકી હતી. તો આ અવાજ સાંભળી આજુબાજુના ખેતર માલિકો અને ગ્રામજનો મોટીસંખ્યામાં દોડી આવ્યા હતા.
વનવિભાગ દ્વારા વાંકાનેરના એક ખેતરમાં મહાકાય અજગર પકડાયો
અરવલ્લી: જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકો આમ તો વન વિસ્તારથી ઘેરાયેલો છે. જેના કારણે અવારનવાર આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ જોવા મળતા હોય છે. ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના એક ખેતરમાં મહાકાય અજગર દેખાતા લોકો ભયભિત થઇ ગયા હતા. તો અજગર અંગેની જાણ વનવિભાગને થતા અજગરને પકડી પડાયો હતો.
સ્પોટ ફોટો
આ અંગે વનવિભાગ તંત્રને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખેતરમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ અજગરને પકડી કોથળામાં પુરી સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો. મહાકાય અજગરને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ અજગર પકડાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.