ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત બાર કાઉન્સિલના પ્રમુખનું અરવલ્લી કોર્ટમાં અભિવાદન કરાયું - Bar Council of Gujarat

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચેરમેન તરીકે મોડાસાના નામાંકીત વકીલ હીરાભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવતા અરવલ્લીના વકીલોમાં આનંદ છવાયો હતો. અરવલ્લી જિલ્લા કોર્ટમાં મંગળવારના રોજના નામદાર જિલ્લા જજના અધ્યક્ષ સ્થાને હીરાભાઈ એસ. પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Aravalli news
Aravalli news

By

Published : Mar 18, 2021, 11:55 AM IST

  • ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી
  • ગુજરાત બાર કાઉન્સિલના પ્રમુખનું અરવલ્લી કોર્ટમાં અભિવાદન કરાયું
  • કોર્ટના મીટીંગ હોલમાં હીરાભાઇ પટેલને સન્માનિત કરાયા

અરવલ્લી: જિલ્લાના નામાંકિત વકીલ હીરાભાઈ પટેલની ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી થતા જિલ્લા બાર કાઉન્સિલના વકીલોમાં ખુશીની લહેર પ્રસરી છે. મંગળવારે જિલ્લા જજ વોરાના અધ્યક્ષ સ્થાને હીરાભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાની વિવિધ કોર્ટોના વકીલોથી ખચાખચ ભરેલી કોર્ટના મીટીંગ હોલમાં હીરાભાઇ પટેલને સન્માનિત કરાયા હતા. ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે નિમણૂંક થતા હિરાભાઇએ રાજ્ય બાર કાઉન્સિલના સદસ્યોનો આભાર વ્યક્ત કરી વકીલોના રક્ષણ માટે હંમેશા કામ કરતો રહીશ તેમ જણાવ્યું હતું.

ગુજરાત બાર કાઉન્સિલના પ્રમુખનું અરવલ્લી કોર્ટમાં અભિવાદન કરાયું

મુખ્ય સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં છે 80 હજાર સભ્યો

નોંધનીય છે કે, રાજ્યના વકીલોની મુખ્ય સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 80 હજાર સભ્યો છે. ગત 6 માર્ચના રોજ અમદાવાદ ખાતે બાર કાઉન્સિલના પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં હીરાભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

અરવલ્લી કોર્ટ

આ પણ વાંચો :BCGની હંગામી છૂટને લીધે વકીલોને અન્ય નોકરી મેળવવા કરવો પડે છે તકલીફનો સામનો

ABOUT THE AUTHOR

...view details