- અરવલ્લીના મેઘરજમાં દીપડાનો ભય
- 10 દિવસમાં બીજી વાર દિપડો જોવા મળ્યો
- વનવિભાગે દિપડાને પકડવાની તજવીજ હાથ ધરી
અરવલ્લી: જિલ્લાના મેઘરજ પંથકના લોકોને દિપડાનો ભય સતાવી રહ્યો છે. હજુ તો 10 દિવસ પહેલા જ મેઘરજના કુંભરા પંથકમાં દિપડાએ બે બકરાનું મારણ કર્યુ હતું. ત્યાં જ વળી વૈયા પંથક ફરીથી દીપડાએ દેખાડો દીધો છે. વૈયા નજીક આવેલા રામદેવ આશ્રમ નજીક આવેલા ખેતરમાં રહેતા માતા-પુત્રી રાત્રિના સમયે સુઇ રહ્યા હતા. ત્યારે તેમના નજીક દીપડો આવી પહોંચ્યો હતો. જોકે ખરા સમયે જ દિપડો હુમલો કરે તે પહેલા જાગી જતા માતા-પુત્રી ઝડપથી નજીકમાં રહેલા ઘરમાં પહોંચી જીવ બચાવી લીધો હતો. ત્યારબાદ માતા પુત્રી બૂમાબૂમ કરતા દિપડો નાસી છૂટયો હતો. દીપડાનાં પગના નિશાન મળી આવતા સ્થાનિકોની માંગને લઇને વન વિભાગે પાંજરૂ મુકવાની તજવીજ હાથ ધરી છે.