અરવલ્લીઃ મોડાસા તાલુકાના ખડોદા ગામમાં 55 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવતાં અરવલ્લી જિલ્લા આરોગ્ય અને વહિવટીતંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેનટમેનટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આસપાસના વિસ્તારમાં આવતા લોકો અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 22 સુધી પહોંચ્યો છે.
અરવલ્લી જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 22 પર પહોંચ્યો - The number of positive patients in Aravalli district reached 22
મોડાસા તાલુકાના ખડોદા ગામમાં 55 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવતાં જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 22 પર પહોંચ્યો છે. જેના પગલે હાલ ખડોદાના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 22 પહોંચ્યો
સર્વે દરમિયાન દર્દીના નજીકના સંપર્કમાં આવનારા 33 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આગામી 28 દિવસ સુધી સળંગ હાથ ધરવામાં આવનારા સર્વે દરમિયાન શરદી, ખાંસી અને તાવ ધરાવતા લોકોને અલગથી તારવવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય ટીમ દ્વારા ઉક્ત વિસ્તારમાં જનજાગૃતિ અર્થે IEC પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.