અરવલ્લી: જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ ફરી પાછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવાર રોજ મોડી સાંજે મોડાસાના કોલેજ રોડ પર આવેલા સીમરન સોસાયટીના એક 68 વર્ષિય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે.
અરવલ્લીમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 83 થયો - modasa corona case
અરવલ્લીમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોનાગ્રસ્ત આંકડો 83 પર પહોંચ્યો હતો. મોડાસાના કોલેજ રોડની સોસાયટીના 68 વર્ષના પુરૂષ તેમજ ભિલોડાના વાંસળી ગામના એક પરિવારના ત્રણ સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અરવલ્લીમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધતા આંક 83 એ પહોંચ્યો
જ્યારે સોમવારે ભિલોડાના વાંસળી ગામ 48 વર્ષિય પુરૂષ અને તેમના દિકરા અને દિકરીનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગે 33 સેમ્પ્લ લીધા હતા જેમાંથી 29 નેગેટિવ રિપોર્ટ નોંધાયા છે.