મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં આજે વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ દર્દીઓનો આંક 164 થયો છે. જ્યારે કુલ-122 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 14 દર્દી મૃત્યુ પામ્યા છે.
પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. સોમવારે ત્રણ પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે જે, તે વિસ્તાર COVID-19ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. આ વિસ્તારમાં આરોગ્યની ત્રણ ટીમ દ્વારા કુલ-125 ઘરની 568 વ્યક્તિઓનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જે પૈકી દર્દીના સંપર્કમાં આવેલ કુલ-07 વ્યક્તિઓને હોમકોરેનન્ટાઇન કરવામાં આવ્યાં હતાં.