અરવલ્લીઃ જિલ્લાનું આરોગ્ય તંત્ર સબ સલામતનું ગાણું ગાઇ રહ્યુ છે, ત્યારે ફરીથી એક વખત હોસ્પિટલના એક કોવીડ-19 ના દર્દીએ વીડિયો વાયરલ કરતા સમગ્ર વહિવટી તંત્ર હચમચી ગયુ હતું. ચાર દિવસથી આ દર્દીનો રિપોર્ટ પેન્ડીંગ હતો ત્યારે તેને અને તેના 85 વર્ષિય વૃદ્ધ જેઓ અન્ય બિમારીથી પણ પીડાઇ રહ્યા છે. તેમને એક રૂમ રાખ્યા હતા. યુવનનો રિપોર્ટ પોઝીટીવ આવતા હવે તેના દાદા પર કોવીડનો સંકટ તોળાઇ રહ્યો છે, ત્યારે અરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે.આ સાથે જ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 111 પર પહોંચ્યો હતો.
વાયરલ વિડિયોમાં યુવાનના જણાવ્યા અનુસાર, તે મોડાસાની કોવીડ હોસ્પિટલ 4 દિવસથી શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ થયો હતો. છેલ્લા ચાર દિવસથી તેના રિપોર્ટ પે ન્ડીંગ હતો.આ દરમિયાન તેના વૃદ્ધ દાદા જે અન્ય બિમારીથી પીડાઇ રહ્યા છે. તેમની સાથે ચાર દિવસથી કોઈ પણ પ્રકારની સારવાર વિના છે એક જ રૂમમાં છે.
ચાર દિવસ થવા છતાં કોરોનાનો રિપોર્ટ પણ આપવામાં ન આવતા દાદાનું દુઃખ ન જોઈ શકતા પૌત્રે કોવીડ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા આરોગ્ય તંત્રએ કોરોનામાં થઈ રહેલી કામગીરીની હવા નિકળી ગઇ હતી. અરોગ્ય તંત્ર એ તાત્કાલિક યુવાનનો રિપોર્ટ મંગાવતા તે પોઝીટીવ જાહેર થયો હતો ત્યારે તેના દાદા અંગે પરિવારજનો ચીંતત બન્યા છે.