- ગોઢફુલ્લામાં થયેલો બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો હોવાનો ખુલાસો થયો
- મૃતક યુવકને 6 મહિના પહેલા તળાવમાંથી મળ્યો હતો હેન્ડ ગ્રેનેડ
- મૃતક યુવાનના હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના ફોટો પણ આવ્યા સામે
અરવલ્લીઃ જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામમાં ભેદી બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી. ત્યારે બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 2 બાળકી સહિત એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે હવે આ બ્લાસ્ટ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો હોવાનું સામે આવ્યું હતું.
યુવકે 6 મહિના પહેલો હેન્ડ ગ્રેનેડ પોતાની પાસે જ રાખ્યો હતો
શામળાજીના ગોઢફુલ્લામાં 4 દિવસ અગાઉ બ્લાસ્ટ થયો હતો, જે હેન્ડ ગ્રેનેડના કારણે થયો હોવાનો ખુલાસો થયો છે. આ યુવકને 6 મહિના પહેલા એક તળાવમાંથી હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો. ત્યારથી તેણે આ ગ્રેનેડને પોતાની પાસે રાખ્યો હતો. જોકે, 28 ઓગસ્ટે સાંણસીથી આ ગ્રેનેડની પીન ખોલવા જતા બ્લાસ્ટ થયો હતો, જેના કારણે રમેશ લાલજી ફણેજા (હેન્ડ ગ્રેનેડની પીન ખોલનાર યુવક) અને 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે 2 બાળકીને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત 11 વર્ષની બાળકી અને તેની માતા જીવીત છે. મૃતક યુવકે તો હેન્ડ ગ્રેનેડને કમરમાં બાંધીને ફોટો પણ પડાવ્યો હતો. આ સાથે જ મૃતક યુવકનો રાઈફલ સાથે પણ ફોટો જોવા મળ્યો છે.