- બાયડમાં માનવ અને પ્રાણીઓ વચ્ચે જોવા મળ્યો અનોખો પ્રેમ
- એક વ્યક્તિનું મોત થતા કપિરાજો ભેગા થયા
- 17 વર્ષથી કપિરાજોને દર શનિવારે જઈ બિસ્કીટ ખવડાવતા
અરવલ્લી : કોરોનાનો કાળ કેટલાય લોકોને ભરખી ગયો છે. જેમાં અરવલ્લીના બાયડના સુરેશભાઈ દરજી પણ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. સુરેશભાઇ સ્વાભાવે હસમુખા અને સેવાભાવી તો જ હતા. સાથે જ પ્રાણીઓ પ્રત્યે તેમનો પ્રેમ પણ અપાર હતો . તેઓ છેલ્લા લગભગ 17 વર્ષથી કપિરાજોને બાયડથી 7 કિલોમીટર દૂર આવેલા ભુખેલ ગામના હનુમાનજીના મંદિરે દર શનિવારે જઈ બિસ્કીટ ખવડાવતા હતા. એક વખતે પોતાના પુત્ર સચીનના લગ્ન શનિવારના દિવસે હોઇ લગ્નમાં મોડા ગયા, પરંતુ પહેલા કપિરાજોને બિસ્કીટ ખવડાવવા ગયા હતા.
આ પણ વાંચો : મોડાસા મામલતદાર કચેરીની મહિલા કર્મચારી કોરોનાગ્રસ્ત થતા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા
સુરેશભાઇનું મૃત્યુ થતા કપિરાજો ટોળું તેમના નિવાસસ્થાને પધાર્યુ