ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના દર્દીઓને તણાવમુક્ત રાખવા મેડિકલ સ્ટાફ ગરબે ઝૂમ્યો - અરવલ્લીના સમાચાર

છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી સતત કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલી હોસ્પિટલ્સનો મેડિકલ સ્ટાફ પ્રસંશાને પાત્ર છે. પોતાના જીવની પરવા કર્યા વિના દર્દીઓની સારવાર કરી રહેલો મેડિકલ સ્ટાફ દર્દીઓ તણાવમુક્ત રહે તે પ્રકારનું વાતાવરણ સર્જન કરી રહ્યા છે. આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં અરવલ્લીની એક ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ દ્વારા કોરોના દર્દીઓને ગરબાના ગીતો ગાઇ તેમજ ગરબે ઘૂમી મનોરજન પુરૂ પાડવામાં આવ્યુ હતું.

કોરોના દર્દીઓનેને તણાવમુક્ત રાખવા મેડિકલ સ્ટાફ ગરબે ઝૂમ્યો
કોરોના દર્દીઓનેને તણાવમુક્ત રાખવા મેડિકલ સ્ટાફ ગરબે ઝૂમ્યો

By

Published : May 15, 2021, 6:20 PM IST

Updated : May 15, 2021, 7:10 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • દર્દીઓને તણાવમુક્ત કરવા મનોરંજન પૂરૂ પાડવામાં આવે છે
  • દર્દીઓ અને મેડિકલ સ્ટાફ ગરબે ઝૂમતો વીડિયો વાઇરલ
  • કોરોનાથી મોતના આંકડાઓથી લોકોમાં ભયનો માહોલ
  • લોકોએ મેડિકલ સ્ટાફની સરાહના કરી

અરવલ્લીઃજિલ્લામાં કોરોનાના દર્દીઓમાં વધારો અને મોતના આંકડાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેના પરિણામે સારવાર લઇ રહેલા દર્દીઓમાં નકારાત્મકતા આવી ગઇ છે. દર્દીઓમાં જોવા મળતી હતાશા અને ભય દૂર કરવા મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવ્યુ આવ્યુ હતું.

દર્દીઓને તણાવમુક્ત કરવા મનોરંજન પૂરૂ પાડવામાં આવે છે

આ પણ વાંચોઃ દાહોદમાં PPE પહેરી કોરોના વોરિયર્સે કર્યા રાસ-ગરબા

દર્દીઓ ઉત્સાહમાં આવ્યાં

મોડાસા નગરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સાથે સારવાર લઇ રહેલા દર્દીઓ વચ્ચે મેડિકલ સ્ટાફે ગરબા રમી દર્દીઓને તણાવમુક્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. મેડીકલ સ્ટાફને ગરબાના તાલે ઝૂમતો જોઇ દર્દીઓ ઉત્સાહમાં આવ્યા હતા. કોરોના બીમારીથી ચિંતામુકત કરવા અને ઝડપથી રીકવરી માટે દર્દીઓનો ઉત્સાહ વધારતો વીડિયો વાઇરલ થતાં લોકોએ જીવના જોખમે સારવાર કરતા મેડિકલ સ્ટાફની સરાહના કરી હતી.

કોરોના દર્દીઓનેને તણાવમુક્ત રાખવા મેડિકલ સ્ટાફ ગરબે ઝૂમ્યો

આ પણ વાંચોઃ વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓને ગરબા રમાડવામાં આવ્યા

Last Updated : May 15, 2021, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details