અરવલ્લીઃ 5 માસ અગાઉ 6 ફેબ્રુઆરી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા મોટી મોરી ગામની સીમમાંથી અજાણ્યા યુવકની ચાદરમાં લપેટી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ કરી હતી. જેમાં મૃતકના હાથે દોરેલા ટેટુના આધારે પોલીસે માન્યુ હતું કે, રાજસ્થાનના ખપરેડાના ઈશ્વર ખાતુભાઇ મનાતનો છે.
પોલીસે મૃતદેહની ઓળખ કરવા મૃતકની પત્ની અને પરિવારજનોને બોલાવ્યા હતા. શરૂઆતમાં પત્ની અને પરિવારજનો માનવુ હતું મૃતદેર ઇશ્વર નો નથી. જોકે બાદમાં પત્ની અને પરિવારજનો મૃતક ઇશ્વર હોવાનું કબલ્યુ હતું. પોલીસે ઘરેલુ ઝઘડો હોવાની દિશામાં તપાસ કરી મૃતકના બન્ને ભાઇઓની ધરપકડ કરી હતી. બન્ને ભાઇઓએ ગુનો કબુલ કરતા તેમને મોડાસા સબ જેલ ભેગા કર્યા હતા. છેલ્લા પાંચ માસથી બન્ને આરોપીઓ જેલની અંદર છે ત્યારે મૃતક ઇશ્વર અચાનક ક્યાંક્થી પ્રગટ થતા પરિવારજનો સહિત પોલીસ પણ આશ્વર્ચચકીત થઇ ગઇ છે.