મોડાસાના વોલવા નજીક પાઈપલાઈન પર રહેલા એર વાલમાં લીકેજ થતાં હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. તેમ છતાં પાણી પુરવઠા વિભાગ દ્રારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
મોડાસામાં એર વાલ્વ લિકેજ થતા હજારો લીટર પાણીનો વ્યય, તંત્ર ઘોર ઊંઘમાં - Gujarati news
અરવલ્લીઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળામાં પાણીની સમસ્યાના નિવારણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ઉનાળા પહેલા મોટાભાગની પાણીની પાઈનોનું સમારકામ કરવામાં આવે છે, પરંતુ આ કાર્યવાહી ફક્ત કાગળ પર થતી હોય તેવું લાગી રહ્યું છે.
![મોડાસામાં એર વાલ્વ લિકેજ થતા હજારો લીટર પાણીનો વ્યય, તંત્ર ઘોર ઊંઘમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3143846-thumbnail-3x2-pani.jpg)
પાણીનો વ્યય
હજારો લીટર પાણીનો વ્યય છતાં તંત્ર ઘોર ઊંઘમાં
એક બાજુ જિલ્લાના કેટલાય ગામોમાં લોકો પીવાના અને સિંચાઈના પાણી માંટે તરસી રહ્યા છે, તો બીજી બાજુ આ રીતે પાણી વેડફાય રહ્યું છે ત્યારે અધિકારીઓ આળસ મરડી આવા લીકેજની તપાસ પણ કરી નથી રહ્યા. આ રીતે પાણીનો વ્યય થતા જોઈ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને જલ્દીથી આ અંગે કામગીરી કરવામાં આવે તેવી પ્રબળ લોક માગ ઊઠી છે .