- મેઘરજના ઇપલોડામાં કોરોના કાળમાં PHC સેન્ટરને ખંભાતી તાળુ
- કોરોના કાળમાં PHC બંધ રહેતા લોકોમાં હાલાકી
- ગ્રામજનોમાં જોવા મળ્યો રોષ
અરવલ્લી : જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપલોડા સહિત આસપાસના વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં વધારાની સાથે વાયરલ તાવ અને ઉધરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. ઇલાજ માટે ગ્રામ વિસ્તારના મોટા ભાગના લોકો PHC પર આધાર રાખે છે. કોરાના કાળમાં PHC બંધ હોવાથી ગામમાં ડિગ્રી વગરના તેમજ DHMS ડૉક્ટર્સનો રાફડો ફાટ્યો છે. નીમ હકીમો ચોરી છૂપીથી, ઘરે ઘરે જઇ બોટલ્સ ચડાવી રહ્યા છે. આ બની બેઠલા તબીબો દર્દીઓના ઇલાજ માટે મનફાવે તેમ પૈસા વસુલી રહ્યા છે.
આ પણ વાંચો -મોડાસા મામલતદાર કચેરીની મહિલા કર્મચારી કોરોનાગ્રસ્ત થતા કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરાયા
તાત્કાલિક દવાખાનામાં સ્ટાફ મૂકવામાં આવે તેવી લોક માગ
ઇપલોડા ગામના લોકો લાચાર બની પોતાની જીંદગી જોખમમાં મૂકી બની બેઠેલા ડૉક્ટર્સ પાસેથી સારવાર લઇ રહ્યા છે. ગામમાં પબ્લિક હેલ્થ સેન્ટર હોવા છતાં તંત્રની ઉદાસીનતાને લઇને આ વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાથી વંચિત છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઇપલોડા ગામમાં તાત્કાલિક દવાખાનામાં સ્ટાફ મૂકવામાં આવે તેવી માગ ઇપલોડા અને આસપાસના ગામના લોકો કરી રહ્યા છે.