અરવલ્લીઃ કોરોના વાઈરસને લઇ લોકડાઉન જાહેર કરાયા બાદ જેની પાસે ઘર છે તે સુરક્ષિત છે. પરંતુ ગરીબ અને ભિક્ષુકોની હાલત દયનીય થઇ ગઇ છે. ગરીબ નિસહાય લોકો જેમની પાસે કોઇ આધાર નથી તેવા લોકો રસ્તે રજડી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં ફૂટપાથ પડી રહેલા એક દિવ્યાંગ ભિક્ષુક સાથે પોલીસે માનવતાભર્યુ વર્તન કરતા માનવતા મહેકી ઉઠી હતી. પોલીસે ભિક્ષુકને ભોજન જ નહિ પણ તેના સ્નાનની પણ વ્યવસ્થા કરી હતી.
માલપુર પોલીસની માનવતા મહેક, દિવ્યાંગ ભિક્ષુકની કાયાપલટ કરી - Aravalli District Malpur
કોરોના વાઈરસને લઇ લોકડાઉન જાહેર કરાયા બાદ જેની પાસે ઘર છે. તે સુરક્ષિત છે પરંતુ ગરીબ અને ભિક્ષુકોની હાલત દયનીય થઇ ગઇ છે. અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં ફૂટપાથ પડી રહેલા એક દિવ્યાંગ ભિક્ષુક સાથે પોલીસે માનવતાભર્યુ વર્તન કરતા માનવતા મહેકી ઉઠી હતી.
માલપુર પોલીસ સ્ટેશનના PSI એન.એમ.સોલંકી અને તેમની ટીમે સમગ્ર નગરમાં લોકડાઉનની અમલવારી માટે સઘન પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે તેમની નજર એક ભિક્ષુક પર પડી જે ભૂખ્યો તરસ્યો અને ચીંંથરેહાલ હતો.
આ જોઇ PSIએ પોલીસ કર્મચારીઓને સૂચના આપી પોલીસ સ્ટેશન લઇ આવી માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિને નવડાવી સ્વસ્થ કરી તેના વાળ-દાઢી કરાવી જુના અને ગંદા થઈ ગયેલા કપડાં કાઢી નવાં કપડાં પહેરાવીને સેવાકીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવવાની દિશામાં પણ પ્રયત્નો હાથ ધર્યા છે .