અરવલ્લીમાં હોસ્ટેલ હુમલા મામલે ન્યાયને લઇ આવેદનપત્ર પાઠવ્યું - ગુજરાત પોલીસ
જિલ્લાના મોડાસામાં જિલ્લા સેવા સદન અને SP કચેરીની સામે આવેલા સનરાઈઝ હોસ્ટેલના રેક્ટરને કેટલાક અસામાજિક તત્વોએ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે FIR થયાને નવ દિવસ થયા છતાં આરોપીઓની ધરપકડ ન થતા લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. લોકોએ ન્યાયના હિતમાં આરોપીઓની ત્વરિત ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે SP તેમજ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
હોસ્ટેલ હુમલા મામલે ન્યાયને લઇ આવેદનપત્ર પાઠવ્યું
અરવલ્લી: ગત 25 જાન્યુઆરીની મોડી રાત્રી એ મોડાસાની SP કચેરી સામે આવેલE સનરાઈઝ હોસ્ટેલમાં રેક્ટર તરીકે ફરજ બજાવતા આનંદભાઈ નવીનભાઈ પટેલે હોસ્ટેલમાં ઘૂસી ગયેલા કૂતરાને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે નીચે બેઠેલા હિરેન ચૌધરી અને તેના મળતિયાઓએ રેક્ટર તેમને હટવાનું કહેતા હોવાનું માની હોસ્ટેલના રેકટરને વોશબેસિનના પાઈપ અને અન્ય વસ્તુઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો.