ગુજરાત

gujarat

ETV Bharat / state

માલપુરમાં નીલગાયના ટોળાની અડફેટે યુવકનું મોત - Aravalli samachar

અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના મેવડા ગામે ખેતરમાં ખેતીનું રખેવાડી કરતા યુવકને નીલ ગાયના ટોળાએ અડફેટે લેતા યુવક કૂવામાં પડતા તેનું મોત નિપજ્યું હતું.

aa
નીલગાયના ટોળાના અડફેટે આવતા આશાસ્પદ યુવકનો ભોગ લેવાયો

By

Published : Feb 5, 2020, 1:54 PM IST

અરવલ્લીઃ માલપુર તાલુકાના મેવડા ગામના 42 વર્ષીય જગદીશભાઈ રમણભાઈ પટેલ તેમના ખેતરમાં પકવેલા પાકનું નીલગાયોથી થતું ભેલાણ અટકાવવા ચોકી કરવા ગયા હતા. નિલગાયના ટોળાના ભગાડવા જતા ટોળુ જગદીશ ભાઈ તરફ ધસી આવ્યુ હતું.

નીલગાયની ટક્કરથી યુવક ખેતરમાં રહેલા કૂવામાં ખાબકતા કુવામાં રહેલા પાણીમાં ગૂંગળાઈ જવાથી મોત નીપજયું હતું. આ ધટનાની જાણ થતા માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને PM માટે માલપુર CHCમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ABOUT THE AUTHOR

...view details