- ટેકાના ભાવે ઘઉંની ખરીદી અને ખેડૂતોને ચૂકવણી રાજ્યમાં સૌથી વધારે કરવામાં આવી
- જિલ્લાના આઠ કેન્દ્રો પર ટેકાના ભાવે ઘઉં ની ખરીદી
- ખેડુતોને 21 કરોડ ઉપરાંતનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ
અરવલ્લી: જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી અને ખેડૂતોને ચૂકવણી રાજ્યમાં સૌથી વધારે કરવામાં આવી છે. જિલ્લાના આઠ કેન્દ્રો પર ટેકાના ભાવે ઘઉં ની ખરીદી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ખેડુતોને 21 કરોડ ઉપરાંતનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ છે.
અગિયાર હજાર મેટ્રિકટન ઘઉંની ખરીદી કરવામાં આવી
અરવલ્લીના સરકારી ખરીદ કેન્દ્રો પર એક એપ્રિલથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જોકે, અરવલ્લીમાં કોરોનાના કેસમાં વધારો થતા જિલ્લાના સરકારી ખરીદ કેન્દ્રો પર થઇ રહેલ ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે, હવે કેટલાક દિવસો પહેલા ખરીદી પુન: શરૂ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં કુલ છ હજાર નવ સો પંચાવન ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી આજ સુધી 2,575 ખેડૂતોની અગિયાર હજાર મેટ્રિકટન ઘઉંની ખરીદી કરીને કુલ એકવીસ કરોડ સિત્યોતેર લાખની ચૂકવણી કરાઈ છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વધારે છે.