ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના ભિલોડામાં મહિલાના હાથમાં એ.પી.એમ.સીનું સુકાન - Gujarat Samachar

અરવલ્લી જિલ્લાના ભિલોડાના એ.પી.એમ.સી માં એક મહિલા પ્રમુખ તરીકે ચૂંટાતા ઇતિહાસ રચાયો છે. મહિલા પ્રમુખને બિન હરીફ ચૂંટીને નારી શશક્તિકરણનું ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે.

અરવલ્લીના ભિલોડામાં મહિલાના હાથમાં એ.પી.એમ.સીનું સુકાન
અરવલ્લીના ભિલોડામાં મહિલાના હાથમાં એ.પી.એમ.સીનું સુકાન

By

Published : Sep 3, 2021, 2:25 PM IST

  • અરવલ્લીના ભિલોડામાં મહિલાના હાથમાં એ.પી.એમ.સીનું સુકાન
  • ચેરમેન તરીકે નીલમ કુંવરબા સર્વાનુમતે ચૂંટાયા
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને અનામાત

અરવલ્લી: પુરૂષોના આધિપત્ય વાળા ક્ષેત્રે એવા એ.પી.એમ.સીમાં ચેરમેન તરીકે નીલમ કુંવરબા સર્વાનુમતે ચૂંટાઇ આવતા ઇતિહાસ રચાયો હતો. સ્ત્રીઓના ઉત્થાન માટે સમય સમય પર સરકારો યોજનાઓ અમલમાં મુકે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને અનામાત આપવામાં આવી છે. જોકે હજુ કેટલાય એવા ક્ષેત્રો છે. જેમાં સ્ત્રીઓની ભાગીદારી તેમની વસ્તીના પ્રમાણમાં ખુબજ ઓછી છે. જેમાં એ.પી.એમ.સીનો પણ સમાવેશ થાય છે. પરંતુ અરવલ્લીના ભિલોડામાં પુરૂષોના આધિપત્ય વાળા ક્ષેત્રે એવા એ.પી.એમ.સીમાં ચેરમેન તરીકે નીલમ કુંવરબા સર્વાનુમતે ચૂંટાઇ આવતા ઇતિહાસ રચાયો છે.

અરવલ્લીના ભિલોડામાં મહિલાના હાથમાં એ.પી.એમ.સીનું સુકાન

આ પણ વાંચો:કેશોદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

ખેડૂત વિભાગમાંથી 10 અને વેપાર વિભાગમાંથી 4 સદસ્યો હાજર

ખેડૂત વિભાગમાંથી 10 અને વેપાર વિભાગમાંથી 4 સદસ્યો હાજર રહ્યા હતા. ભિલોડા યાર્ડમાં ગત મંગળવારના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાતાં ખેડૂત વિભાગમાંથી 10 અને વેપાર વિભાગમાંથી 4 સદસ્યો હાજર રહ્યા હતા. તાલુકાના અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં ચેરમેન પદે નીલમ કુંવરબા સિસોદિયાને બિન હરીફ ચૂંટ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details