ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી: મોડાસાના 83316 નગરજનોના આરોગ્યની તપાસ કરાઈ - Aravalli corona update

અરવલ્લીના મોડાસા શહેરમાં કોરોના પોઝિટીવના અત્યાર સુધી 100થી વધુ દર્દીઓ નોંધાયા છે. ત્યારે સમગ્ર શહેરી વિસ્તારના કેન્ટેન્ટમેન્ટ ઝોનમાં આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના 83316 નગરજનોના આરોગ્યની તપાસણી કરવાની સાથે 45923 શહેરીજનોને ઇમ્યુનિટી કિટ આપી રોગપ્રતિકાર શક્તિ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ETV bharat
અરવલ્લી: મોડાસાના 83816 લોકોની આરોગ્ય રથ દ્રારા તપાસ કરાઇ

By

Published : Jul 28, 2020, 7:02 PM IST

અરવલ્લી: મોડાસા શહેરમાં તબીબી અધિકારી, પેરામેડિકલ આરોગ્યકર્મીથી સજ્જ આરોગ્ય રથ દ્વારા દૈનિક સરેરાશ 150થી વધુ લોકોના આરોગ્યની તપાસણી કરાય છે. જેમાં વૃધ્ધો, બાળકો અને સર્ગભાઓનું ખાસ ધ્યાન રાખી SPO2 મશીન તેમજ ઓકસીજન લેવલ અને ટેમ્પરેચર ગન દ્વારા શરીરના તાપમાન માપી જરૂર જણાતા દર્દીઓને નજીકના સારવાર કેન્દ્રો ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવે છે.

અરવલ્લી: મોડાસાના 83816 લોકોની આરોગ્ય રથ દ્વારા તપાસ કરાઇ
ધનવંતરી આરોગ્ય રથ દ્વારા મોડાસા શહેરના વિવિધ કન્ટેન્ટમેન્ટ ઝોન તથા તે સિવાયના અન્ય વિસ્તારોના 83316 લોકોના આરોગ્ય તપાસ કરાઇ છે. જયારે કોરાનાથી બચવા રોગપ્રતિકાર ક્ષમતામાં વધારો કરવા 45923 શહેરીજનોને ઇમ્યુનિટી કિટ અપાઇ છે. આરોગ્ય રથનો મોડાસાના શહેરીજનો બહોળા પ્રમાણમાં લાભ લઇ કોરોના સામેના જંગમાં સજ્જ થઇ રહ્યા છે.
અરવલ્લી: મોડાસાના 83816 લોકોની આરોગ્ય રથ દ્વારા તપાસ કરાઇ
અરવલ્લી: મોડાસાના 83816 લોકોની આરોગ્ય રથ દ્વારા તપાસ કરાઇ

ABOUT THE AUTHOR

...view details