અરવલ્લીઃ વકરી રહેલા કોરોના જોખમમાં પણ માનવમાત્ર માટે સતત કાર્યરત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના દરવાજા સૌના સામુહિક સ્વાસ્થ્ય જાળવવા સોસીયલ ડિસ્ટન્સીન્ગ માટે તા.21 માર્ચથી બંધ કરવામાં આવ્યા હતા. લોકડાઉનના સમય દરમિયાન ભલે લોકો પોતાના ઘરમાં સમય ગાળવા વિવશ છે ત્યારે આ ગાયત્રી પરિવારના સ્વયં સેવકો ટેકનોલોજીના સમયમાં લોકો ઘેર રહી સંભવત: પોતાના કાર્યો કરવા પ્રયાસ કરી રહ્યા છે.
ગર્ભવતી મહિલાઓને કોરોનામાં પણ કરુણાનો પાઠ આપે છે ગાયત્રી પરિવાર - લોકડાઉન ન્યૂઝ
લોકડાઉનના સમય દરમિયાન લોકો પોતાના ઘરમાં સમય ગાળવા મજબૂર છે, ત્યારે ગાયત્રી પરિવારના સ્વયં સેવકો ટેકનોલોજીના આ સમયમાં લોકો ઘરે રહી સંભવત: પોતાના કાર્યો કરવા પ્રયાસ કરી રહ્યા છે.
માનવ માત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી પરિવાર દ્વારા ચાલતા આવો ઘડીએ સંસ્કારવાન પેઢી આંદોલન અંતર્ગત ગર્ભમાં જ બાળકને નવ મહિના સુધી સંસ્કાર આપવા ગર્ભવતી બહેનો સાથે સંપર્કમાં રહેવું ખૂબજ જરૂરી છે. લોકડાઉનના સમય દરમિયાન સંપર્ક તૂટે નહિ તેથી ગર્ભવતી બહેનો સાથે ઓનલાઈન વીડિયો કોલ દ્વારા સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. હાલમાં કોરોના કેરની વિકટ પરિસ્થિતિમાં ગર્ભવતી બહેનોની મન: સ્થિતિ સકારાત્મક વલણ જાળવી રાખવામાં સતત સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે.