ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા બી.આર.સી ભવન ખાતે પ્રથમવાર દિવ્યાંગ કેમ્પ યોજાયો - Gujarati News

અરવલ્લીઃ સમગ્ર શિક્ષા અભિયાન આઈ ડી ડી યુનિટ મોડાસા અને સિવિલ હોસ્પિટલ હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે મોડાસાના બી.આર.સી ભવન ખાતે દિવ્યાંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં દિવ્યાંગોનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું.ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.

મોડાસા બી.આર.સી ભવન ખાતે પ્રથમવાર દિવ્યાંગ કેમ્પ યોજાયો

By

Published : Apr 26, 2019, 8:53 PM IST

પ્રથમવાર મોડાસા ખાતે આયોજિત કરાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો જોડાયા હતા અને મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તબીબો દ્વારા દિવ્યાંગોને ચેક અપ કરીને તેમને યુનિક ડીસેબીલીટી કાર્ડ પણ આપવામાં આવ્યો હતો .યુનિટી ડીસેબિલિટી આઇડેન્ટીટી કાર્ડ થકી દિવ્યાંગ બાળકોને સરકારી યોજનાનો લાભ, બસ પાસ , સમાજ કલ્યાણનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓનો લાભ મળી શકશે.જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ સમગ્ર શિક્ષા અભિયાનના સંચાલક અમિત કવિએ દિવ્યાંગોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મોડાસા બી.આર.સી ભવન ખાતે પ્રથમવાર દિવ્યાંગ કેમ્પ યોજાયો

ABOUT THE AUTHOR

...view details