ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાના તબીબ પર ખેડૂતને આત્મહત્યા કરવા મજબૂર કર્યાનો આક્ષેપ - modasa

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના સજાપુરમાં જગદીશ પટેલ નામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ ખેડૂત મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર છે.

સ્પોટ ફોટો

By

Published : May 1, 2019, 8:58 PM IST

સમગ્ર બનાવની વિગત અનુસાર, મોડાસાના એક તબીબે બે-ત્રણ વર્ષ અગાઉ ખેડૂત જગદીશ પટેલને સાક્ષી રાખી એક જમીન માલિક પાસેથી 60 વીઘા જમીનનો એક કરોડ પાંચ લાખમાં સોદો કર્યો હતો. આ સોદો કરાવવામાં જગદીશ પટેલનો મિત્ર દલાલ હતો. જે તે વખતે આ જમીનનો સોદાના બાના પેટે તબીબે 12,50,000 રૂપિયા જમીન માલિકને આપ્યા હતા. જેમાંથી દલાલે 2,50,000 રૂપિયા દલાલી પેટે લીધા હતા. જેની સામે એક માસની અંદર જમીનનો દસ્તાવેજ કરી તબીબના નામે કરાવી આપવાની શરત હતી.

આત્મહત્યા કરવા મજબૂર કર્યાનો આક્ષેપ
જો કે, બે-ત્રણ વર્ષનો સમય વિતવા આવ્યો છતાં જમીન માલિકે તબીબના નામે જમીન ન કરતા તબીબે ખેડૂત જગદીશ પટેલને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તબીબે ખેડૂત જગદીશ પટેલને દબાણ કર્યું કે, જમીનની ખરીદી વખતે તમે સાક્ષી હતા તેથી તમે તમારી બે વીઘા જમીન મારા નામ પર કરી આપો.ખેડૂતને આ આઘાત સહન ન થતા તેણે સ્યુસાઇડ નોટ લખીને ઝેરી દવા પીધી હતી. ખેડૂતને બેભાન અવસ્થામાં સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તે હાલ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details