આ સમગ્ર ઘટનાથી પોલીસ અજાણ હોય તેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇ સાંજે પોલીસે કુટનીતિ વાપરી લોકોને વિખેરી દિધા હતા.
અરવલ્લીમાં મૃતક યુવતીના પરિવારે ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં નાખ્યા ધામા - Arvalli on kidnapping and death
અરવલ્લીઃ જિલ્લાના સાયરા ગામમાં રવિવારે એક છોકરીનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તે અંગે એફ.આઈ.આર. નોંધાવવા પરીવારજનોએ સમગ્ર દિવસ દરમિયાન ચક્કજામ કર્યા હતો.
અરવલ્લીમાં મૃતકના પરિવારે ગ્રામીણ પોલિસ સ્ટેશમાં નાખ્યા ધામાં
ત્યારબાદ FIRમાં સ્પષ્ટતા અંગે પરિવારજનોને વાંધો પડતા ગ્રામીણ પોલીસ સ્ટેશને જ્યા સુધી FIRમાં મૃતકના અપહરણ અને હત્યા અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી પરિજનોએ ધામા નાખવાની ચીમિકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત હાઇકોર્ટના અધિવક્તા કેવલસિંહ રાઠોડએ મૃતકના પરિવારે ગ્રામીણ પોલિસ સ્ટેશને ધરણા કર્યા હતા.