અરવલ્લીઃ જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપનારો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. મળતી માહિતી મુજબ મામાની પરીક્ષા ભાણેજ આપતો હતો. જેથી કેન્દ્ર સંવાહકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અરવલ્લી ટાઉન પોલીસે ડમી વિદ્યાર્થી ભાણેજની ધરપકડ કરી છે. જ્યારે મામાની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લી: બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો - અરવલ્લીમાં ડમી વિદ્યાર્થી ઝડપાયો
ધોરણ 10 સાયન્સ એન્ડ ટેક્નોલોજીની પરીક્ષામાં અરવલ્લી જિલ્લાની જીનિયસ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. જેથી કેન્દ્ર સંવાહકે ડમી પરીક્ષાર્થી સામે મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ડમી વિદ્યાર્થી કલ્પેશ કોટવાલ તેના મામા ભરતભાઈ ખાંટની જગ્યાએ પરીક્ષા આપતો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.
અરવલ્લીમાં બોર્ડની પરીક્ષા આપનારો ડમી વિદ્યાર્થી ઝડપાયો
મળતી માહિતી મુજબ, ભરતભાઈ ખાંટ નામનો પરીક્ષાર્થી ધોરણ 10ની પરીક્ષામાં અગાઉ પ્રયત્નો કરવા છતાં પાસ થતો નહોતો. જેથી ભાણેજ કલ્પેશ કોટવાલ ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા આવ્યો હતો.
Last Updated : Mar 7, 2020, 10:34 PM IST