ગુજરાત

gujarat

ETV Bharat / state

ગેરકાયદેસર ખનિજ વહનમાં પકડાયેલો ડ્રાઈવર ચાલુ વાહને કુદી પડ્યો - જિલ્લા ખાણ ખનીજ વિભાગ

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગ, ખનીજ માફિયાઓને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા રોયલ્ટી પાસ વગર મોટા પ્રમાણમાં ખનીજ વહન થઈ રહ્યું છે.

ગેર કાયદેસર ખનિજ વહનમાં પકડાયેલો ડ્રાઈવર ચાલુ વાહને કુદી પડ્યો, બે કર્મચારીઓનો આબાદ બચાવ

By

Published : Sep 23, 2019, 3:46 PM IST

ખનીજ રોયલ્ટી ઇન્સપેક્ટર રાહુલ મહેશ્વરી અને તેમની ટીમે મોડાસા બાયપાસ રોડ પર ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ડમ્પરને ચેકીંગ અર્થે અટકાવવામાં આવ્યું હતું .

ગેર કાયદેસર ખનિજ વહનમાં પકડાયેલો ડ્રાઈવર ચાલુ વાહને કુદી પડ્યો, બે કર્મચારીઓનો આબાદ બચાવ

તે દરમિયાન ડ્રાઈવર પાસે રોયલ્ટી પાસ માંગવામાં આવતા તેની પાસે મળી ન શક્યું ન હતું. જેના કારણે અધિકારીએ બે કર્મચારીઓને ડમ્પરમાં બેસાડી વજન કાંટો કરવા મોકલ્યા હતા . જોકે આ દરમિયાન ટ્રકના ડ્રાઇવરે ચાલુ ટ્રકે છલાંગ મારી કર્મચારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. સદનસીબે ઢાળ હોવાના કારણે ટ્રક રિવર્સ જતાં કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. ભૂસ્તરશાસ્ત્રી એન. પી સંઘવીને સાત વર્ષ અગાઉ મહેસાણામાં લીઝ આપવામાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હોવાના કેસમાં ગુનેગાર જણાતા ગાંધીનગરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details