ગુજરાત

gujarat

ETV Bharat / state

અધિક આસો માસના મહિમાને લઇ મોડાસાનું દેવારજ મંદિર ખુલ્લું મૂકાયું - Adhik Maas

વર્ષેો પછી ફરી આવેલ આસો અધિક માસમાં ભક્તિનો મહિમા અધિક સ્થાપિત થયેલો છે. ત્યાં બીજીતરફ કોરોના મહામારીના કારણે મંદિરો બંધ છે ક્યાં તો ભક્તોના પ્રવેશ પર અવરોધ છે. આ સ્થિતિમાં ભાવિક ભક્તો અધિક માસમાં ભગવાન પુરુષોત્તમની ભક્તિ તો ઘેર બેઠાં કરી લે પણ મંદિર દર્શન વિના આકુળવ્યાકૂળ બની જતાં હોય છે. આ સ્થિતિમાં મોડાસાનું દેવરાજ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાતાં ભક્તોના આનંદનો પાર નથી.

અધિક આસો માસના મહિમાને લઇ મોડાસાનું દેવારજ મંદિર ખુલ્લું મૂકાયું
અધિક આસો માસના મહિમાને લઇ મોડાસાનું દેવારજ મંદિર ખુલ્લું મૂકાયું

By

Published : Sep 21, 2020, 7:41 PM IST

મોડાસાઃ કોરોના મહામારીના પગલે મોટાભાગના મંદિરોમાં દર્શન માટે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે હવે ધીમે ધીમે ભક્તો માટે મંદિરોના દ્રાર ખુલી રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ સુપ્રસિદ્વ દેવરાજ ધામ પણ હવે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મંદિર દર્શન માટે આવતા શ્રદ્વાળુઓને સરકારની ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જળવવા તેમ જ સેનેટાઇઝરનો ઉપયોગ કરી પ્રવેશ કરવાની તાકીદ કરવામાં આવી છે. નોંધનીય છે કે પવિત્ર અધિક આસો મહિનો શ્રદ્ધાળુઓમાં અનેરો મહિમા ધરાવે છે અને દૂરદૂરથી ભકતો આ મંદિરમાં દર્શનાર્થે આવે છે.

અધિક આસો માસના મહિમાને લઇ મોડાસાનું દેવારજ મંદિર ખુલ્લું મૂકાયું

ABOUT THE AUTHOR

...view details