ગુજરાત

gujarat

ETV Bharat / state

બાયડમાં શંકાસ્પદ મોતની તપાસ ન થતાં મૃતક પરિવારજનોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

અરવલ્લીઃ જિલ્લાના બાયડ તાલુકામાં આવેલાં ગામમાં સાત મહિના અગાઉ નદીમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મૃતકના પરિવારજનોને હત્યા થઈ હોવાની આશંકા છે, ત્યારે પોલીસે તપાસ અંતે કુદરતી મોતની નોંધ કરી હતી. આ અંગે ન્યાયની માંગ કરવા મૃતકના પત્ની અને માતાએ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.

બાયડમાં શંકાસ્પદ મોત મામલે તપાસ ન થતાં  મૃતકની પત્ની અને માતાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

By

Published : Aug 9, 2019, 6:46 AM IST

જાન્યુઆરી મહિનામાં વરણા ગામના 28 વર્ષીય યુવક વનરાજસિંહ પરમાર ઘરેથી કામકાજ અર્થે બહાર નીકળ્યો હતો. ત્યારબાદ શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. ત્યારે રિવારજનોએ પુત્રની હત્યા કરાઈ હોવાની રજૂઆત કરી હતી. આ ઘટનાને સાત મહિના થવા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં મૃતક યુવકની પત્ની અને માતાએ પોલીસ પર મામલો દબાવી દેવાનો આક્ષેપ કર્યો હતો. સાથે ગુરુવારના રોજ ન્યાયની માંગ સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પરિવારજનોએ સાથે પહોંચી મૃતકની માતા અને પત્નીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે, જિલ્લા પોલીસ વડા કચેરી ઉપસ્થિત પોલીસે બંનેને અન્ય પરિવારજનો સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાયડમાં શંકાસ્પદ મોત મામલે તપાસ ન થતાં મૃતકની પત્ની અને માતાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

ABOUT THE AUTHOR

...view details