મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગુરૂવારના રોજ ખાનજી પાર્ક સોસાયટીના 46 વર્ષીય પુરુષ જેઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા, તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે મોડાસાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. આજ દિન સુધી નોંધાયેલા COVID-19ના પોઝિટિવ 140 કેસો પૈકી કુલ-117 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 12 દર્દીના મોત થયાં છે.
અરવલ્લીમાં કોરોનાથી મૃત્યુંઆંક પહોંચ્યો 12 પર, 140 લોકો હજુ પણ સંક્રમિત - COVID-19
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગુરૂવારના રોજ ખાનજી પાર્ક સોસાયટીના 46 વર્ષીય પુરુષ જેઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા, તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે મોડાસાના વધુ 2 પોઝિટિવ કેસ નોધાયેલા છે. આજ દિન સુધી નોધાયેલા COVID-19ના પોઝિટિવ 140 કેસો પૈકી કુલ-117 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 12 દર્દીના મોત થયાં છે.
ગત રોજ નોંધાયેલા મોડાસા શહેરના 2 તેમજ મોડાસા તાલુકામાં 1 આમ, કુલ 3 પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોંધાયેલ પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલો હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ 3 ટીમ દ્વારા કુલ 111 ઘરની કુલ 554 વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી. તે પૈકી દર્દી ના સંપર્કમાં આવેલ કુલ- 31 વ્યક્તિઓને હોમકોરેનન્ટાઇન કરવામાં આવ્યાં હતાં. તેમજ હાલમાં હોમ ક્રેવોન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ- 297 છે.
વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 10 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ તે પૈકી અમદાવાદ જિલ્લાના 1 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં દાખલ કરવામાં આવેલ છે. અરવલ્લી જિલ્લાના 2 પોઝિટિવ કેસને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આજ રોજ મોડાસા તાલુકાના ટીંટોઇના 50 વર્ષીય મહિલાની સારવાર પૂર્ણ થતાં સાર્વજનિક કોવિડ હોસ્પિટલ મોડાસા ખાતે થી રજા આપવામાં આવી છે.