બાયડઃ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી પસાર થતી વાત્રક નદીમાં ભેંસ પાણી પીવા માટે ઉતરી હતી, ત્યારે અચાનક મગરે હુમલો કર્યો હતો. જો કે, ભેંસે યેનકેન પ્રકારે મગરના સંકજામાંથી પોતાને છોડાવી હતી. જેમાં ભેંસ ગંભીર રીતે ઘાયલ થઇ હતી.
મગરે ભેંસ પર હુમલો કરતાં દિલધડક દ્રશ્યો સર્જાયાં, જુઓ વીડિયો - ભેંસ
જીવો જીવસ્ય ભોજનમ એવો કુદરતનો નિયમ સર્વત્ર જોવા મળતો હોય છે, જેમાં ક્યારેક શિકારી જીતે તો ક્યારેક બીજો જીવ પોતાનો જીવ બચાવી લે છે. અરવલ્લીની વાત્રક નદીના કિનારે આ તાદ્રશ્ય જોવા મળ્યું હતું. ચારો ચરતી ભેંસ નદીમાં પાણી પીવા ઉતરી હતી. ત્યાં ઘાત લગાવી છુપાયેલો મગર તેના પર ત્રાટક્યો હતો. આ બાજીમાં ભેંસ કેવી રીતે જીતી એ નિહાળો વીડિયોમાં...
મગરે ભેંસ પર હુમલો કરતાં દિલધડક દ્રશ્યો સર્જાયાં
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી પસાર થતી વાત્રક નદીમાં મગર અને ભેંસ વચ્ચેના યુદ્ધના દિલધડક દ્રશ્યો સર્જયાં હતાં. ગામના ગોવાળ નદી કાંઠે ભેંસો ચરાવતાં હતાં એ દરમિયાન એક ભેંસ છૂટી પડી નદીમાં પાણી પીવા ઉતરી હતી, ત્યારે ભેંસ પર અચાનક મગર ત્રાટક્યો હતો. ભેંસે હિંમત હાર્યા વિના મગરનો સામનો કરી પોતાને મગરના સકંજામાંથી છોડાવી હતી. જો કે, ભેંસને મોઢાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. વાત્રક નદીમાં આમ અચાનક મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.