ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ ચૂંટણી લડવા ઇચ્છતાં ઉમેદવારોની સેન્સ લીધી - Zonal In-Charge Jagdish Thakor

અરવલ્લી જિલ્લા કોંગ્રેસના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને ઝોનલ પ્રભારીએ આવાનરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ તરફથી ઉમેદવારી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરી હતી. રાજેંન્દ્રનગર ચોકડી નજીક એક ફાર્મ હાઉસ ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ટિકીટવાંચ્છુઓ આવી પહોંચ્યાં હતાં.

અરવલ્લીમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોના કોંગ્રેસે સેન્સ લીધા
અરવલ્લીમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોના કોંગ્રેસે સેન્સ લીધા

By

Published : Feb 2, 2021, 7:43 PM IST

Updated : Feb 2, 2021, 8:12 PM IST

  • કોંગ્રેસે ચૂંટણી લડવા માગતા ઉમેદવારોના સેન્સ લીધા
  • સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ટીકિટ વાંચ્છુઓ આવી પહોંચ્યાં
  • ઝોનલ પ્રભારીએ પ્રથમ વખત ચૂંટણીમાં જંપ લાવનારા નવા પક્ષોને ભાજપની બી ટીમ ગણાવ્યા

અરવલ્લીઃ સ્થાનિક સ્વારાજની ચૂંટણીઓ નજીક આવતા હવે રાજકીય ગતીવિધીઓ તેજ થઇ ગઇ છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પક્ષ તરફથી ચૂંટણી લડવા માટે મેન્ડેટ મેળવવા ઇચ્છુક ઉમેદવારોની દાવેદારી પર ચર્ચા વિચારણા માટે સંકલન બેઠક યોજી હતી. મોડાસા તાલુકાના દાવલી ખાતે કોંગ્રેસ પાર્ટીની સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં પંચાયત તેમજ પાલિકાની ચૂંટણીને લઇને ઉમેદવારોને સાંભળવામાં આવ્યાં હતા, જેમાં ઝોનલ પ્રભારી જગદીશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશા ઠાકોરે પ્રથમ વખત ચૂંટણીમાં જંપ લાવનારા નવા પક્ષોને ભાજપની બી ટીમ ગણાવ્યાં હતા.

અરવલ્લીમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોના કોંગ્રેસે સેન્સ લીધા

નવા પક્ષો બન્ને પક્ષો માટે પડકાર

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આ વર્ષે ભાજપ-કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી, એમઆઈએમ અને બી.ટી.પી પણ મેદાને ઉતર્યા છે, ત્યારે સૌથી વધારે ફટકો કોંગ્રેસને પડશે તેવુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યુ છે.

અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો

અરવલ્લીમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોના કોંગ્રેસે સેન્સ લીધા

અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો છે, જ્યારે મોડાસા નગર પાલિકા અને બાયડ નગર પાલિકામાં ભાજપમાં દબદબો છે. જોકે, આ વર્ષે પ્રથમવાર આમ આદમી પાર્ટી, ભારતીય ટ્રાયબલ પાર્ટી તેમજ એમ.આઇ.એમ એ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો અને મોડાસા નગર પાલિકામાં ભાજપનો ખેલ બગડી શકે છે.

અરવલ્લીમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોના કોંગ્રેસે સેન્સ લીધા
Last Updated : Feb 2, 2021, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details