અરવલ્લીઃ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતા અરવલ્લીમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સુવિધાઓના અભાવનો સમાનો કરી રહ્યા છે. તંત્રના કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ઉચ્ચ કક્ષાની સુવિધા ઉપલબદ્ધ કર્યાના દાવાઓ ખોટા સાબિત થઇ રહ્યા છે. મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલના ક્વોરેન્ટાઇન વોર્ડની દુર્દશા અંગે કેટલાક દર્દીઓએ વીડિયો વાયરલ કર્યો હતો. જેથી અરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી.
મોડાસામાં કોવિડ હોસ્પિટલના દર્દીઓની હાલત કફોડી, હૉસ્પિટલની અસુવિધાનો વીડિયો વાયરલ - મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો વીડિયો વાયરલ
અરવલ્લી જિલ્લાના મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ઉભી કરાયેલી કોવિડ-19 હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન વોર્ડની દુર્દશા અંગે તથા સુવિધાનો અભાવ હોવાનો કેટલાક દર્દીઓએ વીડિયો વાયરલ કર્યો હતો. જેથી અરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી.
![મોડાસામાં કોવિડ હોસ્પિટલના દર્દીઓની હાલત કફોડી, હૉસ્પિટલની અસુવિધાનો વીડિયો વાયરલ મોડાસામાં કોવિડ હોસ્પિટલના દર્દીઓની હાલત કફોડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7131202-464-7131202-1589033062448.jpg)
મોડાસામાં કોવિડ હોસ્પિટલના દર્દીઓની હાલત કફોડી
આ ઉપરાંત કેટલાક દર્દીઓએ તો કોરોનાના ટેસ્ટ સામે જ પ્રશ્નાર્થ કર્યા હતા. અત્રે નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા તમામ સુવિધા આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે દર્દીઓના આ વીડિયોથી તંત્રની બેદરકારીની પોલ છતી થઇ છે.