સેશન કોર્ટ દ્વારા આરોપીઓના મંગળવારએ ત્રણ વગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર પોલીસ તપાસ દરમિયાન એક આરોપીએ મૃતક સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું કબલ્યું હતું. ઉલ્લખનીય છે કે, ડી.જી.પી શિવાનંદ ઝાએ એન.કે. રબારીને સસ્પેન્ડ કરી પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે સિનિયર અધિકારીઓની સીટની રચના કરવામાં આવી છે. અપમૃત્યુ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી છે. રવિવારે અરવલ્લી જિલ્લા પોલીસ કચેરીએ CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DYSP અશ્વિન પટેલ સહિતની ટીમ પહોંચી હતી.
મોડાસા યુવતી અપમૃત્યુ મામલોઃ CIDએ આરોપીઓનો કબ્જો લીધો, 2 આરોપીનું ફરીથી મેડિકલ - The CID took over the accused
અરવલ્લીઃ મોડાસા તાલુકાના એક ગામની19 વર્ષીય યુવતીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે. સ્થાનિક પોલીસ પાસેથી હવે જ્યારે CID ક્રાઇમ તપાસ સંભાળી છે, ત્યારે મંગવારના રોજ 4 આરોપીમાંથી ૩ આરોપી પૈકી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારનું CID ક્રાઇમ દ્વારા ફરીથી મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
![મોડાસા યુવતી અપમૃત્યુ મામલોઃ CIDએ આરોપીઓનો કબ્જો લીધો, 2 આરોપીનું ફરીથી મેડિકલ arvalii](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5784921-thumbnail-3x2-arvalli.jpg)
યુવતિના અપમૃત્યુ મામલે CID એ આરોપીઓનો કબ્જો લીધો
યુવતિના અપમૃત્યુ મામલે CID એ આરોપીઓનો કબ્જો લીધો
પ્રથમ દિવસે કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાની સાથે CID ક્રાઇમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી વડલાના ઝાડથી મૃતદેહ જગ્યા સુધી ઊંચાઈ મપાઈ આજુ-બાજુ વિસ્તારમાં સર્ચ કર્યું હતું. ઘટના સ્થળની મુલાકાત પછી CID ક્રાઇમની ટીમે પીડિતાના પરિવાર સાથે બેઠક કરી હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. પીડિતાના મોત મામલે રહસ્ય ઉકેલવા CID ક્રાઇમની તપાસ તેજ કરી દીધી છે.