- અરવલ્લીના ધનસુરામાં વેપારી મંડળે ત્રણ દિવસ બંધની જાહેરાત કરી
- શનિ, રવિ-સોમવાર ત્રણ દિવસ ધંધારોજગાર બંધ રાખવાનો નિર્ણય
- વધતા જતાં કોરોના સંક્રમિત કેસને લઈ લેવાયો નિર્ણય
અરવલ્લી: કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ધનસુરા વેપારી મંડળે ત્રણ દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ધનસુરા અને આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં વેપારી મંડળે સ્વયંભૂ ત્રણ દિવસ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંડળે જાહેર કર્યુ છે કે શનિ,રવિ અને સોમવાર ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રહેશે. આ ત્રણ દિવસના લોકડાઉનમાં લોકો સ્વયંભૂ જોડાય એવી વેપારી મંડળે અપીલ કરી છે. ધનસુરા તાલુકામાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનને લઇ વાયરસ વધુ ન પ્રસરે તે માટે વેપારી મંડળે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય કર્યો છે.