અરવલ્લી: શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે, તો આજના દિવસે બ્રાહ્મણો પવિત્ર જનોઇ બદલતા હોય છે. મોડાસાના ગોકુલેશનાથજી મંદિર નજીક આવેલી બ્રાહ્મણ સમાજની વાડીમાં સિમિત સંખ્યામાં બ્રાહ્મણો જોડાયા હતાં અને વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી.
મોડાસામાં બ્રાહ્મણોએ સમૂહમાં મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી
રક્ષાબંધન નિમિતે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલવાની વિધિ કરે છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં બ્રાહ્મણોએ શિવ સન્મુખ સમૂહમાં જનોઈ બદલવાના સંસ્કારો મેળવ્યા હતાં. આ સમૂહવિધિમાં વેદોક્ત પદ્ધતિથી પૂજન કરાવ્યું હતું. જેમાં સિદ્ધિ વિનાયક મંદિરના પૂજારી સચીન શાસ્ત્રી ઉપસ્થિત રહ્યાં હતાં.
મોડાસા
આ વર્ષે કોરોના વાઈરસને કહેરને લઇને ભુદેવોની સંખ્યા ઓછી રાખી પવિત્ર દિવસે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી. જેમાં મોડાસા સિદ્ધિ વિનાયક મંદિરના શાસ્ત્રી સચિન મહારાજ, ડૉ. પ્રકાશ પંડ્યા સહિતના ભૂદેવો જોડાયા હતાં.