ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ પર હુમલો કરનાર બુટલેગર અઢી વર્ષ બાદ ઝડપાયો - કાળીયા અસારી

2.5 વર્ષ પૂર્વે ગાંધીનગર આર.આર.સેલના કોન્સ્ટેબલ પર હુમલો કરી નાસી જનાર ધંધાસણના કુખ્યાત અને નામચીન બુટલેગર મહેશ ઉર્ફે કાળીયા અસારીને અરવલ્લી પોલીસની ટીમે દબોચી લીધો હતો. નોંધનીય છે કે જે તે સમયે કાળીયા અસારીએ પોલીસ ટીમ પર કરેલ હુમલાએ ભારે ચકચાર મચાવી હતી.

પોલીસ પર હુમલો કરનાર બુટલેગર અઢી વર્ષ બાદ ઝડપાયો
પોલીસ પર હુમલો કરનાર બુટલેગર અઢી વર્ષ બાદ ઝડપાયો

By

Published : Dec 27, 2020, 10:32 PM IST

  • બુટલેગરોએ ગાંધીનગર આર.આર. સેલની ટીમનો પીછો કરી હુમલો કર્યો હતો
  • પોલીસ પર હુમલો કરનાર બુટલેગર અઢી વર્ષ બાદ ઝડપાયો
  • પેરોલ ફર્લોની ટીમે બાતમીના આધારે કાળીયા અસારીને ઝડપી લીધો

મોડાસાઃ વર્ષ 2018માં ભિલોડા-ધોલવાણી નજીક દારૂ ભરેલી કાર પસાર થઇ રહી હતી. આ દરમ્યાન ગાંધીનગર આર.આર.સેલના કોન્સ્ટેબલ ઇમરાન નજામીયા ખોખરે ભિલોડા ધોલવાણી નજીક દારૂ ભરેલી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર ચાલકે હંકારી મુકતા આર.આર.સેલના કોન્સ્ટેબલે તેનો પીછો કર્યો હતો. આ વચ્ચે બુટલેગરોની પણ ત્યા પહોચી હતી. જીપમાં અને કારમાં રહેલા બુટલેગરોએ કોન્સટેબલ અને ખાનગી માણસ પર જીવલેણ હુમલો કર્યો હતો.

પોલીસ પર હુમલો કરનાર બુટલેગર અઢી વર્ષ બાદ ઝડપાયો

શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો

આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. જે તે સમયે હુમલો કરનાર કેટલાક આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે ધંધાસણનો મહેશ ઉર્ફે કાળીયા અસારી પોલીસની પકડથી દુર હતો. જિલ્લા એસ.ઓ.જી PI જે.પી.ભરવાડે અને પેરોલ ફર્લોની ટીમે બાતમીના આધારે કાળીયા અસારી બાવળીયા ટોરડા ગામેથી ઝડપી લીધો છે.

ABOUT THE AUTHOR

...view details