- શામળાજી મંદિર પાછળ ડુંગર પર યુવકનો મૃતદેહ મળ્યો
- દર્શનાર્થીએ ગામના સરપંચને જાણ કરી
- શામળાજી સરપંચે આ અંગે પોલીસને જાણ કરી હતી
અરવલ્લી: જિલ્લાના શામળાજીમાં બેચરપુરા કોલોની વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિરની પાછળ એક દર્શનાર્થીએ ઝાડ પર લટકતા મૃતદેહને જોતા ગામના સરપંચને જાણ કરી હતી. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકો જોવા ઉમટ્યા હતાં. શામળાજી સરપંચે આ અંગે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને ઝાડ પરથી ઉતારીને મૃતક યુવકની ઓળખ કરવાની કાર્યવાહી હાથધરી છે.
હત્યા કે આત્મહત્યા ?
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જોકે યુવાને આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગે લોકો તર્ક- વિતર્ક કરી રહ્યાં છે. શામળાજી પોલીસે ઘટના સ્થળની જીણવટ ભરી તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.