ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના તળાવમાંથી આધેડમનો મૃતદેહ મળતા ચકચાર - બુધરાસણ ગામ

અરવલ્લીના ભિલોડા તાલુકાના બુધરાસણ ગામના આધેડનો મૃતદેહ ગામના તળાવમાં મળી આવ્યો હતો. ભિલોડા પોલીસે આધેડની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લીના તળાવમાંથી આધેડની લાશ મળતા ચકચાર
અરવલ્લીના તળાવમાંથી આધેડની લાશ મળતા ચકચાર

By

Published : Nov 24, 2020, 1:32 PM IST

  • અરવલ્લી જિલ્લામાં આધેડનો મૃતદેહ મળતા ચકચાર
  • બુધરાસણ ગામના તળાવમાંથી આધેડની મળ્યો મૃતદેહ
  • મૃતક રાત્રે મોટા ભાઈના ઘરે જઈ રહ્યા હતા

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકાના બુધરાસણ ગામના 57 વર્ષીય પુનાજી અળખાજી ભગોરા બુધવારે રાત્રે 8 કલાકે મોટા ભાઈ જીવાજી અળખાજી ભગોરાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા ન હતા. એટલે પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ પૂનાજીની કોઈ ભાળ મળી ન હતી. જોકે સોમવારે સવારે ગામના તળાવમાં પુનાજી ભગોરાનો મૃતદેહ પાણીમાં જોવા મળ્યો હતો.

આધેડના મોત પાછળ હત્યા કે આપઘાતનું કારણ તે ચર્ચાનો વિષય

આ અંગેની જાણ પરિવારજનોને થતા દોડી આવ્યા હતા. પુનાજી ભાગરોનો મૃતદેહ મળતા તેમનું આકસ્મિક મોત થયું છે કે પછી હત્યા કે તેમણે આપઘાત કર્યો છે, આ તમામ ચર્ચા ગામ લોકોમાં જોવા મળી હતી. ભિલોડા પોલીસે ગુનો નોંધી મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details