- LCB PI આર. કે. પરમાર અને પોલીસકર્મી અતુલ સામે ગુનો નોંધાયો
- પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
- જિલ્લા પોલીસ વડાએ ટાઉન પોલીસને તપાસ સોંપી
અરવલ્લીઃદારૂની હેરાફેરી મામલે PI અને એક પોલીસ કર્મીની સંડોવણી બહાર આવી છે. શુક્રવારે બે પોલીસ કર્મીઓ અને એક વચોટીયો પક્ડાયેલ દારૂની ટ્રકમાંથી 1.25 લાખનો દારૂ કાઢી પોતાની કારમાં જતા હતા, ત્યારે એક જાગૃત નાગરીકને પીછો કરતા જોઇ ગભરાયેલા પોલીસ કર્મીએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમવાતા કાર પલ્ટી ગઈ હતી. ત્યાર બાદ પોલીસકર્મીઓ નાસી છુટયા હતા. જોકે થોડા કલાકો બાદ બન્ને આરોપી પોલીસ કર્મીઓ અને વચેટીયો પોલીસ સમક્ષ હાજર થયા હતા. જોકે આતો ફકત ટ્રેલર જ હતુ પીકચર હજુ બાકી હતું. આરોપી પોલીસકર્મીઓના ઝડપાયા બાદ દારૂકાંડના મુખ્ય સુત્રધાર પર ગાળીયો કસાયો હતો. LCB ઓફીસમાં જ સંતાડેલ દારૂની સાત જેટલી પેટીઓ મળી આવતા સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ ટાઉન પોલીસને તપાસ સોંપી LCB PI આર. કે. પરમાર અને પોલીસકર્મી અતુલ સામે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
LCB ઓફીસમાં જ દારૂની પેટીઓ મળી
તાજેતરમાં જિલ્લા પોલીસે ભિલોડામાં વર્ષોથી બિન્દાસ્ત દારૂનો ધંધો કરતા કેટલાક બુટલેગરોની ઝડપી પાડાવાની ઝુંબેશ ચલાવી હતી. જેમાં પોલીસને આંશિક સફળતા મળી છે. જોકે જિલ્લા SP કચેરીની બાજુમાં આવેલ LCB ઓફીસમાં જ દારૂની પેટીઓ મળી આવતા કાખમાં છોકરુંને ગામમાં ઢંઢેરો જેવી હાલત થઇ છે. દારૂની હેરાફરી કરતા બે પોલીસ કર્મીઓ ઝડપાયા ત્યારથી ચર્ચાનો દોર શરૂ થયો હતો કે વાડ વિના વેલો ન ચડે અને થોડાક કલાકોમાં LCB PI આર. કે. પરમાર સામે ગુનો નોંધાતા આ કહેવત પણ સાર્થક થઇ તેવુ લાગી રહ્યું છે.