- અન્નપૂર્ણા ટ્રસ્ટની સરાહનિય કામગીરી
- ફક્ત બે રૂપિયામાં ભોજન પૂરૂ પાડવામાં આવે છે
- હોમ ક્વોરેન્ટાઇન લોકોને ટિફિન મારફત ભોજન પહોંચાડવામાં આવે છે
અરવલ્લીઃજિલ્લાની અન્નપૂર્ણા સંસ્થા છેલ્લા 28 વર્ષથી સેવાકાર્ય કરી રહી છે. કોરોના મહામરીના સમયમાં મોડાસામાં આવેલી સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ તેમજ હોમ ક્વોરેન્ટાઇન થયેલા પરિવારોને અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ભોજનને ટિફિન મારફતે હોસ્પિટલ અથવા દર્દીના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. સરકારની કોવિડ ગાઇડલાઇન મુજબ આ ટ્રસ્ટના રસોડામાં સંપૂર્ણ હાઇજીન સાથે રસોઈ બનાવવામાં આવે છે. તેમના રસોડામાં કામ કરતા તમામ કર્મચારીઓ ફેસ માસ્ક અને પીરસનાર વ્યક્તિ ગ્લવ્ઝ સાથે કામ કરે છે.
આ પણ વાંચોઃ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને ફ્રી સેવા આપવામાં આવે