અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં 75માં સ્વાતંત્ર દિવસની રાજ્ય 75 Independence Day કક્ષાની ઉજવણી થનારી છે. જેમાં અંતર્ગત જિલ્લામાં મુખ્ય ત્રણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. જેમાં 14 મી ઓગસ્ટના રોજ સાંજે મોડાસાના એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલા મેદાનમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. આ એટહોમ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આમંત્રિત મહેમાનો સાથે શુભેચ્છા Azadi ka Amrit Mohotsav મુલાકાત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાન આમંત્રિત મહેમાનો સાથે સુભેચ્છા મુલાકાત કરશે. રાષ્ટ્રગાન અને હાઈ ટી સાથે કાર્યક્રમની સમાપ્તિ થશે.
આ પણ વાંચોવન વિભાગનું હર ઘર તિરંગા અભિયાન માટે જાગૃતી અભિયાન
ભવ્ય રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ14મી ઓગસ્ટ સાંજે 6.30 કલાકે મોડાસાના એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલા મેદાનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લાની વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનીત કરવામાં આવશે. આ સાથે જ જિલ્લાની પરિચય પુસ્તિકા અને કોફી ટેબલ બૂકના વિમોચન કરવામાં આવશે. રમત ગમત અને યુવા વિકાસ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમ લોકોમાં આઝાદીના જશ્નને લઇને દેશપ્રેમ જાગૃત કરશે.
આ પણ વાંચોઆ નગરપાલિકાએ સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવી PM મોદીને આપી ભેટ
ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે15મી ઓગસ્ટ સવારે 9.00 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યપ્રધાન ધ્વજ ફરકાવશે. રાષ્ટ્રગાન, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા અને દેશભક્તિ ગીતો સાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. મુખ્યપ્રધાનના ઉદબોધન બાદ પોલીસ બેન્ડની સુરાવલીથી કાર્યક્રમ શોભી ઉઠશે. પોલીસ વિભાગ દ્વારા પરેડ, મોક ડ્રીલ, મોટર સાઇકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો યોજવામાં આવશે. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ દર્શાવવામાં આવશે. કાર્યક્રમ સ્થળની બાજુમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.