ગુજરાત

gujarat

ETV Bharat / state

ડિસ્કવર ઇન્ડિયાઃ સુપ્રસિદ્ધ શામળાજી મંદિર, કાળા રંગની મૂર્તિ શામળિયા ઠાકોરનો આગવી ઓળખ

અરવલ્સીના પહાડો વચ્ચે મેશ્વો નદીના કિનારે બિરાજમાન શામળિયા ઠાકોરનું આશરે 1500 વર્ષ જૂનું મંદિર અરવલ્લી જિલ્લાને આગવી ઓળખ અપાવે છે. વર્ષે દહાડે વિવિધ ઉત્સવો અને તહેવારો આ મંદિરમાં ઉજવવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે.

અરવલ્લી
અરવલ્લી

By

Published : Mar 5, 2020, 10:23 AM IST

શામળાજીઃ શામળાજી મંદિરમાં ભગવાનની સંગેમરમરથી બનેલ કાળા કલરની મૂર્તિ છે. જેથી અહીં બિરાજમાન ભગવાનને શામળિયા ઠાકોર કહેવામાં આવે છે. તેમજ મંદિરની દીવાલો પરની કોતરણી પણ અદભૂત છે.

ડિસ્કવર ઇન્ડિયા

શામળાજી મંદિરની બાજુમાં રાજસ્થાન અને દિલ્હી તરફ જતો નેશનલ હાઇવે નંબર- 8 આવેલ છે. જેથી આ માર્ગ પરથી પસાર થતા મોટા ભાગના લોકો મંદિરની મુલાકાત લેવાનું ચુકતા નથી. મંદિરમાં આરતી વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેતા જોવા મળે છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે અને અહીં માહી પૂનમ અને શ્રાવણ માસની પૂનમનું અનેરૂ મહત્વ છે.

શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ-૧પને દિવસે ભરાય છે. મેળાની શરુઆત દેવઊઠી અગિયારસથી શરુ થાય છે. આ મેળો ત્રણ અઠવાડિયાં ચાલે છે. આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. મેળા દરમિયાન મેશ્વો નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.

ABOUT THE AUTHOR

...view details