અરવલ્લી: સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના સરકારી હોસ્પિટલમાં વર્ષોથી ખાનગી એજન્સી મારફતે નજીવા પગારમાં સફાઈ કામદારો સેવા કરે છે.
આ એજન્સી દ્વારા સફાઈ કામદારોને કોવિડ-19 હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સરકારી સફાઈ કામદારોને કોરોનાથી મૃત્યુ થાય તો સરાકરે રૂ. 25 લાખના વિમા કવચની જાહેરાત કરી છે. જ્યારે આ આઉટ સોર્સીંગથી કામ પર રાખવામાં આવેલા કામદારોને એજન્સીના માલિક દ્વારા કોઈ જ વિમા કવચ આપવાનો નનૈયો ભણ્યો છે.