- નગરપાલિકા ટાઉનહૉલ ખાતે કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો
- મોડાસા પાલિકાના સફાઇ કામદારોએ લીધી કોરોનાની રસી
- કલેક્ટર સહીતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
અરવલ્લી: જિલ્લાના મોડાસાના નગરપાલિકા ટાઉનહૉલ ખાતે આજે રવિવારે કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના સફાઇ કામદારોને કોરોના રસીકરણ આપવાની શરૂઆત જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમાળી, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી કૌશલ પટેલની ઉપસ્થિતિમાં કરાઇ હતી.
39 સફાઇ કામદારોને કોરોના રસી અપાઇ
પ્રથમ હરોળના કોરોના વોરીયર્સને રસી આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત પોલીસ અધિકારીઓ અને વહિવટી કર્મચારીઓને રસી આપી દેવામાં આવી છે, ત્યારે કોરોના કાળમાં પણ સફાઇનું કામ કરી નગરને સ્વચ્છ રાખતા સફાઇ કર્મચારીઓને આજે આરંભાયેલા કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસી આપવામાં આવી હતી. જેમાં 39 મોડાસા નગરપાલિકાના સફાઇ કામદારોને કોરોના રસીકરણ અંતર્ગત આવરી લેવાયા હતા.