અરવલ્લીમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો - Gujaratinew
અરવલ્લી: જિલ્લાના મોડાસામાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. જેમાં " સહી પોષણ દેશ રોશન " આહ્વાનને યથાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિભાગ દ્વારા પોષણ કર્મયોગીઓમાં પોષણ અંગે સંવેદના કેળવવા આ સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત સતત સેવામાં રહેતી આંગણવાડી કાર્યકરને સાડી વિતરણ કરવામાં આવી હતી.
![અરવલ્લીમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3775808-thumbnail-3x2-modasa.jpg)
અરવલ્લીમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો
આ પ્રસંગે સાંસદ સભ્ય દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન મોદીએ "સહી પોષણ દેશ રોશન" ના આહ્વાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા જે બીડું ઝડપ્યું છે તે પ્રશંસાપાત્ર છે. આ સુપોષણ ચિંતન સમારોહથી બહેનો પૂરી જાણકારી મેળવી જિલ્લામાં આવેલા એક પણ આંગણવાડીનું બાળ કુપોષણ ન રહે તેનું ધ્યાન રાખશે. સાથે જ પોતાના બાળક જેવી કાળજી આંગણવાડીમાં આવતાં બાળકોની કરશે તો જ સુપોષણ ચિંતન સમારોહ સાર્થક ગણાશે.
અરવલ્લીમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો