મોડાસાના કોવિડ-19 હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આવ્યા કોરોનાની ચપેટમાં - tested positive
અરવલ્લીમાં કોરોનોનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 296 વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થયા છે અને 34 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે હવે મોડાસા કોવિડ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ કોરોનાની ચપેટમાં આવતા આરોગ્ય તંત્રમાં ચિંતા પ્રસરી છે.
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં સ્થાપિત કોવિડ-19 હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને કોરોના થતા આરોગ્ય વિભાગમાં હલચલ મચી છે. હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલાના તમામ કર્મીઓને ક્વોરેન્ટાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલ તેમજ આસપાસના વિસ્તારને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. તેમજ સુપ્રિટેન્ડેન્ટના રહેણાંક વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો આંક 296 પર પહોંચ્યો છે, જ્યારે 34 લોકોના મોત થયા છે.