ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર ગુજરાતના આ વિસ્તારમાં થાય છે સુર્યમુખીની ખેતી...ખેડૂતો મેળવે છે મબલખ આવક - અરવલ્લી

અરવલ્લી: સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં થતી સૂર્યમુખીની ખેતી હવે રાજ્યના અન્ય વિસ્તારો પણમાં પણ થવા લાગી છે. અરવલ્લી જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામના ખેડૂતોએ સૂર્યમુખીની ખેતી કરી સારું ઉત્પાદન કરી રહ્યા છે.

ઉત્તર ગુજરાતના આ વિસ્તારમાં થાય છે સુર્યમુખીની ખેતી...ખેડૂતો મેળવે છે મબલખ આવક
ઉત્તર ગુજરાતના આ વિસ્તારમાં થાય છે સુર્યમુખીની ખેતી...ખેડૂતો મેળવે છે મબલખ આવક

By

Published : Jan 3, 2020, 9:44 AM IST

આ વિસ્તારના ખેડૂતો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સૂર્યમુખીની ખેતી કરી રહ્યા છે. જેનું મુખ્ય કારણ પાકમાં લાગતો ઓછો સમય અને વધુ આવક . અંદાજે ત્રણ મહિનામાં સૂર્યમુખીનું ઉત્પાદન મળી જવાથી ખેડૂતોનો ઓછી મહેનત અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.

ઉત્તર ગુજરાતના આ વિસ્તારમાં થાય છે સુર્યમુખીની ખેતી...ખેડૂતો મેળવે છે મબલખ આવક

ખેડૂતો દિવાળીની આસપાસ સૂરજમુખીની વારી કરવાનું શરૂ કરે છે અને જ્યાં યાદી મારી સુધીમાં તેમણે સૂરજમુખીનું ઉત્પાદન મળી જાય છે. સૂર્યમુખીના પાક બાદ તરત જ અન્ય બાગાયતી પાક અને રવિ પાક પણ લઈ શકાય છે.

મેઘરજ તાલુકામાં પથરાળ જમીન અને પાણીની સમસ્યાઓ પણ વધારે રહે છે માટે સૂર્યમુખીની વાવેતરમાં પાણી પણ ઓછું આપવું પડતું હોવાથી અહીંના અંદાજે સોથી દોઢસો ખેડૂતો સૂર્યમુખીની ખેતી કરી રહ્યા છે .

ABOUT THE AUTHOR

...view details